Laundry costing Rs 6 crore started at Covid-19 Hospital in Ahmedabad to get rid of clothes.
કપડાંને જતુંમુક્ત કરવા માટે અમદાવાદની Covid-19 હોસ્પિટલમાં 6 કરોડના ખર્ચ લૉન્ડ્રી શરૂ.

વિભુ,પટેલ, અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફ નાકપડાં- ચાદર વગેરે સ્ટરિલાઇઝ કરાય છે. કોરોનાના દર્દીઓનાકપડાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેને ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે.જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાય અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો રોજે-રોજ કેટલા નવાકપડાંં લાવવા તે પ્રશ્ન રહે છે.આ સમસ્યાના નિવારણ માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રૂ. 6 કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓનાકપડાં, ટોવેલ,બ્લેન્કેટ તથા મેડિકલ- પેરામેડિકલ સ્ટાફનાકપડાં વોશીંગ કરવા તથા સ્ટરિલાઈઝેશનની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે.