દુકાનો ખોલવાની મંજૂરી / શું ખુલશે-શું નહિ / ખુલે કઇ દુકાનો ખુલશે / ટુ વ્હીલરમાં એક અને ફોર વ્હીલરમાં 2 વ્યક્તિ જઈ શકશે, 3 શરતોનું કરશે પાલન તો નથી કોઈ મંજૂરીની જરૂર.
Will shops be allowed to open? What shops will not open? One person can go in two wheeler and 2 people in four wheeler, will comply with 3 conditions if no approval is required.
દુકાનો ખોલવાની મંજૂરી
- આવતીકાલથી રાજ્યમાં નાની-મોટી દુકાનો શરૂ કરી શકાશે
- મોલ-માર્કેટિંગ કોમ્પલેક્ષ સિવાયની દુકાનો ખોલવાનો નિર્ણય
- દુકાનો ખોલવા-બંધ કરવા માટે કોઈ નિયમ નહી
- દુકાનો શરૂ કરવા કોઈ પરવાનગીની જરૂર નહી
- કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે દુકાન ખોલી શકાશે
- ત્રણ મહત્વની શરતો સાથે ખોલી શકાશે દુકાન
- કન્ટેન્ટમેન્ટ વિસ્તાર બહારની દુકાનો ખુલશે
- નિયમિત સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ સાથે દુકાનો ખોલવાની રહેશે
- દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરવું ફરજિયાત
- સોશિયલ ડિસ્ટિન્સંગના નિયમોનું પાલન ફરજિયાત કરવું પડશે
- ઠંડાપીણા અને પાનની દુકાન નહી ખુલે
- ટુ વ્હિલરમાં એક અને ફોર વ્હિલરમાં બે વ્યક્તિ જઈ શકશે
શું ખુલશે-શું નહિ ખુલે
- પગરખા દુકાનો નહીં ખુલે,
- પાનના ગલ્લા નો નિર્ણય નહીં
- સલૂન નહીં ખુલે
- આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે
- નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં
- ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે
- સ્ટેશનરી દુકાનોને છૂટ
- કારીયાણા છૂટ
- મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે
- પંચર દુકાનો ખુલશે
- ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ
- એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે
- ફૂલ ની દુકાનો
- સોનાની દુકાનો
- ટ્રાવેલ્સ ની ઓફીસ
- ગિફ્ટ આર્ટિકલ
- ફોટો સ્ટુડિયો
- કટલેરી દુકાનો મંજૂરી નહિ
- રિક્ષાઓ ને હાલ મંજૂરી નહીં
કઇ દુકાનો ખુલશે?
- દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શૉપ્સ એન્ડ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તે જ આજથી શરૂ કરી શકાશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર કેન્દ્ર સરકારે નગર નિગમો અને નગરપાલિકાની હદમાં આવતા રહેણાંક વિસ્તારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે.
- નગરનિગમ અને નગર પાલિકાઓની સીમા બહાર આવેલ રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખોલી શકાશે. જો કે દુકાનમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિગ પણ જાળવવું પડશે.
- ગૃહમંત્રાલયના આદેશ અનુસાર નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનો ગૃહ મંત્રાલયની શરતો સાથે ખોલી શકાશે.