Video / આ કેવી લૂંટ ? કેરી જોઇને તૂટી પડ્યા લોકો, લારીવાળાને હજારોનું નુકસાન.
લોકડાઉન બાદ દેશમાં ધીમે ધીમે ધંધો રોજગાર ખુલી રહ્યા છે એવામાં દિલ્હીથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. દિલ્હીથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેરીને જોઇને લોકો તૂટી પડે છે. દિવસના અજવાળામાં જ સામાન્ય લોકોએ જ ઊઘાડી લૂંટ કરી, વેપારી અનુસાર જોતજોતામાં તો લોકોએ 30 હજારની કેરી લૂંટી લીધી.
સોશિયલ મીડિયામાં લૂંટનો વીડિયો વાયરલ
જગતપૂરી વિસ્તારમાં લોકોએ કેરીની ઉઘાડી લૂંટ ચલાવી
વાહનોમાંથી ઉતરી ઉતરીને લોકોએ કેરી લૂંટી
કોરોના વાયરસના કારણે લોકડાઉન બાદ ધંધો કરતા લોકો ખૂબ દુખી છે એવામાં આ લોકોની મદદની જગ્યાએ દિલ્હીથી લૂટની તસવીરો સામે આવી છે. દિલ્હીમાં ધોળા દિવસે લોકોએ કેરીની લૂંટ ચલાવી. નોંધનીય છે કે આ લૂંટ કોઈ ગુનાહિત વ્યક્તિઓએ નહીં સામાન્ય લોકોએ જ કરી છે. લારીવાળાનું કહેવું છે તેને 30 હજાર રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.
રાજધાની દિલ્હીના જગતપૂરી વિસ્તારની આ ઘટના છે. જાણકારી મુજબ છોટે નામનો વ્યક્તિ કેરી વેચવા બેઠો હરો. કેરી ખૂબ વધારે હતી તેથી અમુક પેટીઓ રસ્તાના કિનારે મૂકી દીધી. નજીકમાં જ એક જઘડો થયો અને પછી છોટેને ત્યાંથી તેની લારી હટાવવા કહ્યું.
ભારતની આંતરરાષ્ટ્રીય ઓળખ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી દુનિયાના તમામ દેશોની સાથે ભારતના સંબંધ ગાઢ થયા અને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ કાર્યકાળમાં 50થી વધારે દેશોનો પ્રવાસ કર્યો અને બીજા કાર્યકાળમાં લગભગ 10 દેશોનો પ્રવાસ કર્યો છે. સાઉદી અરબથી લઈને યુએઈ સહિત તમામ ઇસ્લામિક દેશોએ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર સંયુક્ત રાષ્ટ્રએ દર વર્ષે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો.