કોરોના વાયરસ / ST બસ, રિક્ષાઓ અને ઉદ્યોગો મંગળવારથી શરૂ થશે, ક્યાં અને કેવી રીતે આવતીકાલે તેની ગાઈડલાઈન જાહેર થશેઃ CM.
કોરોના વાયરસ / ST બસ, રિક્ષાઓ અને ઉદ્યોગો મંગળવારથી શરૂ થશે, ક્યાં અને કેવી રીતે આવતીકાલે તેની ગાઈડલાઈન જાહેર થશેઃ CM.

દેશભરમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવી દેવાયું છે. જો કે, લોકડાઉન 4.0માં કેટલીક વધુ છુટછાટ અપાઈ છે. મહત્વનું છે કે, લોકડાઉન 4.0ને લઇને CM રૂપાણીની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકડાઉન 4.0ના દિશાનિર્દેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. છૂટછાટ અને પ્રતિબંધ મુદ્દે બેઠકમાં ચર્ચા અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.
- લૉકડાઉન 4.0 અંગે યોજી પ્રેસ કોન્ફરન્સ
- ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે
- આવતીકાલે સરકાર દિશાનિર્દેશન નક્કી કરશે
રાજ્ય સરકારના નવા દિશાનિર્દેશ ચર્ચા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું. સીએમએ જણાવ્યું કે, ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. આવતીકાલે સરકાર દિશાનિર્દેશન નક્કી કરશે. આવતીકાલે જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઝોન પસંદ કરવા માટે રાજ્ય સરકારને ઓથોરિટી આપી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ગાઇડલાઇન પ્રમાણે છૂટ આપી છે. રાજ્ય કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં વહેંચાશે. આવતીકાલે જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રની કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન અંગે સૂચન આપશે.
મંગળવારથી રાજ્યમાં શું ખુલશે અને શું બંધ રહેશે તે અંગે મુખ્યમંત્રી આપી માહિતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તમામ ઝોનમાં કંપનીઓ શરૂ કરવા છૂટ અપાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છૂટછાટ વધારાશે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં બસ સર્વિસ શરૂ કરાશે. સીટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ શરૂ કરાશે. રિક્ષા ચાલકોને છૂટછાટ અપાશે. સોમવારે સાંજે નવા નિયમો બહાર પડશે. રાજ્યમાં સાંજે સાતથી સવાર સાત વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે. રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકોને પણ નિયમની મર્યાદામાં છૂટછાટ અપાઇ છે. દુકાનો ખુલવા અંગે પણ વિચારણા થઈ રહી છે.